પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના આલાબામાના ટસ્કલુસા શહેરમાં ભારતીય મૂળના એક પ્રખ્યાત ડૉક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટના શુક્રવાર, ઓગસ્ટ 23એ બની હતી. પરંતુ ડૉ. રમેશ બાબુ પેરામસેટ્ટીની હત્યા કેવા સંજોગોમાં થઈ હતી તેના વિશે હજુ સુધી વધારે માહિતી મળી ન હતી. ડૉ. રમેશ દેશની અનેક હોસ્પિટલોનું સંચાલન કરતાં અને આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના વતની હતા. વધુમાં ડૉ. રમેશ પેરામસેટ્ટીએ ક્રિમસન કેર નેટવર્કની સ્થાપના કરી હતી. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રો અને બે પુત્રી છે.

અમેરિકામાં મેડિકલ ક્ષેત્રમાં તેઓ જાણીતું નામ હતા. ક્રિમ્સન નેટવર્ક ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું હતું કે ડૉ.. રમેશ પેરામસેટ્ટીનું અવસાન થયું છે. તેમનો પરિવાર શોકમગ્ન છે હાલમાં તેઓ પ્રાઈવસી ઈચ્છે છે. અમે તેમનું સન્માન કરીએ છીએ. આગામી કેટલાક દિવસોમાં તેમની ટીમ વધારે નિવેદનો બહાર પાડશે.

રમેશ પરમસેટ્ટી 1986માં શ્રી વેંકટેશ્વર મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતાં. તેઓ મેડિકલના ફિલ્ડમાં 38 વર્ષનો અનુભવ ધરાવતા હતા. તેઓ ટસ્કાલૂસા અને બીજા ચાર લોકેશન પર કામ કરતા હતા અને ઈમરજન્સી મેડિસિન અને ફેમિલી મેડિસિનમાં સ્પેશિયલાઈઝેશન ધરાવતા હતા. તેઓ ડિપ્લોમા ઈન ચાઈલ્ડ હેલ્થ રિજનલ મેડિકલ સેન્ટર સાથે પણ સંકળાયેલા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ ડો. રમેશ બાબુએ મેડિકલના ફિલ્ડમાં જે યોગદાન આપ્યું છે તે બદલ તેમના શહેરમાં એક સ્ટ્રીટને તેમનું નામ આપવામાં આવ્યું છે. તેમણે કોવિડ વખતે પણ ભગીરથ કાર્ય કર્યું હતું અને આ બદલ તેમને કેટલાક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા હતાં.

LEAVE A REPLY