આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજાયેલ સ્ટેલર્સ વેસ્ટમિન્સ્ટર ડિબેટ

0
1046

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને તા. 5મી માર્ચના રોજ વેસ્ટમિંસ્ટરના ચર્ચ હાઉસ ખાતે યોજાયેલ સ્ટેલર્સ વેસ્ટમિન્સ્ટર ડિબેટમાં નવીન કલાકાર, આદિયા વાહિદ અને કંટેમ્પરરી બ્રિટીશ પેઇન્ટિંગ પ્રાઇઝ માટે ફાઇનલિસ્ટ, કેટરિના બ્લેન્નીએ કલા જગતમાં મહિલાઓ, લૈંગીક રાજકારણ, કલા અને ટેક્નોલોજીની ભૂમિકા વિશે વક્તવ્ય આપ્યા હતા.

સ્ટેલર ઇન્ટરનેશનલ આર્ટ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનુ આયોજન સાંસ્કૃતિક પ્રતિબિંબના બળ તરીકે કલાનુ મૂલ્ય અને વિશાળ સામાજિક અને રાજકીય વિષ્લેશક તરીકે સ્ત્રી કલાકારોના મૂલ્યની ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું.

વાર્તાલાપમાં આદિયા વાહિદે પિતૃપ્રધાન સમાજ, સ્ત્રી કલાકારોની સ્ત્રૈણ કૃતિઓ અને લૈંગીક રાજકારણ ઉપરાંત આપણા રોજિંદા જીવનમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા જેવા અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આદિયાએ ટિપ્પણી કરી હતી કે “કલાકારો રાજકીય વિવેચકો હોય છે અને તેમને તેમની વયના વિષયો પર પ્રકાશ પાડવા દેવો જોઈએ. મારું પોતાનું કાર્ય, ઇંગ્લીશ ગણિતશાસ્ત્રી અને લેખક એડા લવલેસથી પ્રેરિત છે.

સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ પરની આજની પેઢીનુ અવલંબન અને માનવ શક્તિના ગાણિતીક નિયમોના આધારે માનવ સમાજની વર્તમાન સ્થિતિ પર ટિપ્પણી કરવાની અનન્ય રીત ધરાવતી હોવાના કારણે સ્ટેલરે વાહીદનું કાર્ય પસંદ કર્યું હતુ. અદિયાએ શ્રોતાઓને જીવનમાં અલ્ગોરિધમ્સનું મહત્વ અને તેની સુસંગતતાને સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી અનિતા ચૌધરીએ જણાવ્યું હતું કે, “બેકગ્રાઉન્ડ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના સ્ટેલર લાંબા સમયથી કલાત્મક પ્રતિભાને ચેમ્પિયન બનાવે છે અને અમને આશા છે કે અમારો કાર્યક્રમ સ્ત્રી સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સંશોધન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે.