(Photo by NHAC NGUYEN/POOL/AFP via Getty Images)

અમેરિકા સાથેના ટ્રેડવોર વચ્ચે ચીનને ચેતવણી આપી હતી કે ‘જો કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે એવી સમજૂતી કરશે કે જે ચીનના હિતોની વિરુદ્ધ હોય તો તેનું પરિણામ ભયંકર આવશે. ચીન તેવી સમજૂતીનો સ્વીકાર કરશે અને વળતી કાર્યવાહી કરશે.

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે જાહેરાત કરી છે ત્યારે ચીને આ ધમકી આપી છે. વધુ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની ધમકી આપીને વિશ્વના દેશો પર વેપાર સમજૂતી કરવા પણ દબાણ કરી રહ્યાં છે. ટ્રમ્પે વિશ્વના આશરે 60 દેશો ઉપર ૧૦ ટકા ટેરિફ લાદી છે, જ્યારે ચીની પ્રોડક્ટ્સ ઉપર 245 ટકાની જંગી ટેરિફ લાદી છે.

ચીનનાં વાણિજય મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈ પણ દેશ જે ચીનનાં હિતો સાથે સમાધાન કરીને અમેરિકા સાથે મોટા સોદા કરશે તો ચીન તેનો વિરોધ કરશે. તુષ્ટિકરણ શાંતિ લાવશે નહીં અને ચીના હિતો સાથે સમાધાનનો આદર કરવામાં આવશે નહીં. બીજાના હિતોના ભોગે પોતાના કામચલાઉ સ્વાર્થી હિતોની શોધ કરવી એ વાઘની ચામડી મેળવવા જેવું છે. આવો અભિગમ આખરે બંને બાજુ નિષ્ફળ જશે અને બીજાઓને નુકસાન પહોંચાડશે.

LEAVE A REPLY