અમેરિકા અને યુ.કે.ના ડાબેરી વિચારધારાવાળા મતદારોને આકર્ષવા રશિયાએ ઘરઆંગણાના રાજકારણ વિષે લખવા ફ્રિલાન્સ જર્નાલિસ્ટોની નિયુક્તિ સાથે ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝ આઉટલેટના સ્વરૂપમાં “ઇન્ફલુઅન્સ ઓપરેશન” હાથ ધર્યાનું ફેસબુકે જણાવ્યું છે. ફેસબુકના જણાવ્યાનુસાર આ ઓપરેશન મહદ્ અંશે ત્રીજી નવેમ્બરની પ્રમુખપદની ચૂંટણીના સંદર્ભમાં અમેરિકી રાજકારણ અને રેસિયલ તંગદિલી ઉપર કેન્દ્રીત છે.
પીસડેટા મીડિયા ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ મે મહિનામાં શરૂ કરાઇ હતી. તેના દ્વારા 13 ફેસબુક એકાઉન્ટ અને બે પેઇજ સંચાલિત બિનઅધિકૃત વર્તનના કારણે આ સાઇટ સસ્પેન્ડ કરાયાનું ફેસબુકે જણાવાયું હતું. ફેસબુકની તપાસમાં ભૂતકાળમાં રશિયન ઇન્ટરનેટ સંશોધન એજન્સી સાથે સંકળાયેલા વ્યક્તિગતો વેબસાઇટ સાથે જોડાયાનું જણાયું છે. યુ.એસ. ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે સેન્ટ પીટર્સબર્ગ સ્થિત આ કંપની 2016ની પ્રમુખપદની ચૂંટણી દખલના રશિયન પ્રયાસનું કેન્દ્ર હતી. ટ્વીટરે પણ પાંચ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે.