અમેરિકાના સૈનિકોની વારસી સાથે અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત કર્યુ હતું. આ ઓપરેશનમાં સામેલ તમામ વિમાનો અને કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ માટે ઉપયોગમાં લેવાયેલા ભારતીય હવાઇદળના સી-17 અને સી-130 પોતાના બેઝ પર પાછા આવી ચુકયા હતા.
ભારતે પોતાના કેટલાક વિમાનોને તાજિકિસ્તાનમાં આવેલા એરબેઝ પર તૈનાત કરાયા હતા. આ વિમાનોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાંથી લોકોને ભારત પાછા લાવવા માટે કરાયો હતો. રેસ્ક્યુ મિશન માટે સાથે સાથે એર ઈન્ડિયાના વિમાનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.