(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ સોમવારે અનિલ અંબાણીની રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પાસેથી રૂ.26 કરોડની બાકી રકમ વસૂલ કરવા માટે કંપનીના બેંક ખાતાઓ તેમજ શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા મૂડીબજારની નિયમનકારી સંસ્થાએ 14 નવેમ્બરે રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (હવે Rbep એન્ટરટેઈનમેન્ટ તરીકે ઓળખાય છે)ને નોટિસ મોકલી હતી અને કંપનીને 15 દિવસમાં રકમની ચૂકવણી કરવા જણાવ્યું હતું. રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ના ફંડના ડાઇવર્ઝનના કેસમાં આ આદેશ અપાયો હતો.

આ વર્ષે ઓગસ્ટમાં, સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ સહિત 24 અન્ય એકમોને કંપનીમાંથી ભંડોળ ડાયવર્ઝન કરવા બદલ સિક્યોરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતાં.સેબીએ અનિલ અંબાણીને રૂ.25 કરોડની પેનલ્ટી ફટકારી હતી.

 

LEAVE A REPLY