(ANI Photo)

અનન્યા પાંડેની પ્રથમ વેબસિરીઝ ‘કૉલ મી બૅ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. તેણે થોડા સમય અગાઉ એક પ્રમોશનની ઇવેન્ટ દરમિયાન મીડિયા ઇન્ટરવ્યુમાં હેમા કમિટીની પ્રશંસાની કરી હતી અને દરેક ઇન્ડસ્ટ્રીમાં આવી મહિલાઓની કમિટીને મહત્વની ગણાવી હતી.

અનન્યાએ જણાવ્યું હતું કે, “દરેક ઇન્સ્ટ્રી માટે હેમા કમિટી જેવી કી કમિટી હોવી જરૂરી છે, જ્યાં મહિલાઓ એક સાથે આવીને આવું કંઇક કરી શકે. એ સ્પષ્ટ છે કે બીજા કોઈ નહીં, પરંતુ મહિલાઓએ જ આ કામ કરવું પડશે. મને લાગે છે, કે તેનાથી પરિવર્તન ચોક્કસ આવ્યું છે. તમે જોઈ શકો છો કે લોકોએ કમસે કમ આ મુદ્દે ચર્ચા શરૂ કરી છે. જોકે, હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. હજુ ઘણી મોટી લડતો લડવાની બાકી છે.”

તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે કઈ રીતે હવે મહિલા સુરક્ષા માટેની જોગવાઈ કોન્ટ્રાક્ટનો ભાગ બની ગઈ છે, જે તેને બહુ જરૂરી લાગે છે. જોકે, તેણે એમ પણ સ્વીકાર્યું કે આ સમસ્યા માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી મર્યાદિત નથી. અનન્યાએ કહ્યું, “આપણે જેટલું બની શકે તેટલું ઝડપથી આ મુદ્દાને ધ્યાનમાં લઇએ તે જરૂરી છે.”

અનન્યા હાલ તેની આગામી ફિલ્મ ‘શંકરા’ માટે કામ કરી રહી છે, જે એક બાયોપિક છે અને તેમાં અક્ષયકુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. એ ઉપરાંત તેની આઠ એપિસોડની વેબસિરીઝ ‘કૉલ મી બૅ’ એક હળવી કૉમેડી ડ્રામા છે, જે બેલા ચૌધરી એટલે કે બૅની સ્ટોરી કહે છે. તેમાં વીર દાસ, ગુરફતેહ પિરઝાદા, વરુણ સૂદ, વિહાન સમ્રાટ, મુસ્કાન જાફરી, નિહારિકા લાયરા દત્ત, લિઝા મિશ્રા અને મિની માથુર પણ મહત્વની ભૂમિકામાં છે.

LEAVE A REPLY