(ANI Photo)

સાંકડા પુલો પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે ​​રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના પુલો અને બાંધકામોને પહોળા કરવા માટે રૂ.245.30 કરોડ મંજૂર કર્યા હતો. માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે.

આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે.મુખ્યપ્રધાન એક્સ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નાગરિકોને ઝડપી પરિવહનની સુવિધા માટે રાજ્યના રસ્તાઓ અને બ્રિજને પહોળા કરવાની દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે. આ માટે રાજ્યમાં રસ્તાની સરખામણીમાં સાંકડા હોય તેવા 41 જેટલા પુલ અને સ્ટ્રક્ચર્સને પહોળા કરવાની કામગીરી માટે રૂ.245.30 કરોડ મંજૂર કર્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સાંકડા પુલનું હવે રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઈડનીંગ કરવાની કામગીરી હાથ ધરાશે. તેનાથી આ સ્થાનોએ ટ્રાફિક જામ જેવી સમસ્યા દૂર થશે અને પરિવહન સરળ બનશે.

LEAVE A REPLY